Storys of Akbar Birbal
એક દિવસ અકાબર અને બીરબલ બગીચામાં ફરી રહ્યાં હતાં. ખીલેલા બાગને જોઈને અકબર ખુબ જ ખુશ હતાં. તેમણે બીરબલને કહ્યું, બીરબલ જો તો આ રીંગણ કેટલા સુંદર લાગી રહ્યાં છે. આનું શાક કેટલુ સ્વાદિષ્ટ લાગે છે! બીરબલ મને રીંગણ ખુબ જ ભાવે છે. હા મહારાજ તમે સાચુ કહી રહ્યાં છો. રીંગણ શાકભાજી જ એવી છે કે જે માત્ર જોવામાં જ નહિ પણ ખાવામાં પણ તેનો કોઈ સામનો કરી શકે તેમ નથી અને જુઓ મહારાજ ભગવાને પણ એટલા માટે જ તેના માથા પર તાજ બનાવ્યો છે. અકબર આવુ સાંભળીને ખુબ જ ખુશ થયાં. થોડાક દિવસો પછી અકબર અને બીરબલ તે જ બાગની અંદર ફરી રહ્યાં હતાં. અકબરને કંઈક યાદ આવ્યું અને કહ્યું, જો તો બીરબલ આ રીંગણ કેટલુ કદરૂપુ છું અને ખાવામાં પણ બેસ્વાદ છે. હા હુજુર તમે સાચુ કહી રહ્યાં છો, બીરબલે કહ્યું. એટલા માટે તો તેનુ નામ બે-ગુણ છે બીરબલે ચતુરાઈ પુર્વક નામ બદલતાં કહ્યું. આ સાંભળીને અકબરને ગુસ્સો આ...